ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામા આવેલ સોનારી ગામની પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ઉલ્લાસભેર નાના ભૂલકાંઓને શાળા પ્રવેશ કરાવીને પુસ્તકોનું વિતરણ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબે કર્યું, તેમજ શાળા પરિવારના સભ્યો અને વાલીઓ સાથે સ્નેહસભર સંવાદ સાઘ્યો.
ગુજરાતમાં છેવાડા સુધી શિક્ષણ વ્યાપે, શૈક્ષણિક સુવિધાઓ સરળ અને સુલભ બને તથા સાક્ષર, સમૃદ્ધ અને સશકત ગુજરાતનું નિર્માણ થાય તે હેતુસર યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તેમના મુખ્યમંત્રી કાળમાં ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’ ની શરૂઆત કરી હતી. જે હાલ વાર્ષિક ઉત્સવ બન્યો છે.










News by
Mayank Agarwal
Gujarat State office
